Advertise 1

મલ્હાર ઠાકરની રોમેન્ટિક ફિલ્મ લવની ભવાઈ


ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર મલ્હાર ઠાકર (malhar thakar) ની કોઈપણ ફિલ્મ જોઈએ એટલે મજા જ અવાઈ જાય. પછી એ સાહેબ (saheb) હોય, કેશ ઓન ડિલિવરી (cash on delivery) હોય, છેલ્લો દિવસ (chhello divas) હોય કે પછી તેમની એક પ્રેમ પર બનેલી ફિલ્મ "લવની ભવાઈ (love ni bhavai) હોય. મલ્હાર ઠાકરની ફિલ્મોમાં ખબર નહીં શું ગઝબનો જાદુ હોય છે કે દરેક ફિલ્મોમાં જલસા જ પડી જાય.


મિત્રો, આજે આપણે વાત કરીશું મલ્હાર ઠાકરની ફિલ્મ "લવની ભવાઈ" વિશે. આ ફિલ્મમાં કોણે કોણે અભિનય કર્યો હતો, આ ફિલ્મની કહાની શું છે? આ ફિલ્મમાં મલ્હાર ઠાકરનો અભિનય કેવો હતો? આ ફિલ્મ ક્યારે રિલીઝ થઈ હતી. વગેરે...


"લવની ભવાઈ" શીર્ષક ફિલ્મની કહાની પર એકદમ બંધ બેસે છે. જેવી ફિલ્મની કહાની છે એવું જ તેનું શીર્ષક પણ છે. "લવ" નો અર્થ થાય છે "પ્રેમ". એટલે કે આ ફિલ્મમાં પ્રેમની ભવાઈ છે.  ફિલ્મમાં ત્રિકોણ પ્રણય બખૂબી રીતે રજૂ કરવામાં આવ્યો છે.


આ ફિલ્મમાં આવતા મુખ્ય પાત્રોની વાત કરીએ તો મુખ્ય પાત્ર છે આપણા સુપરસ્ટાર મલ્હાર ઠાકરનું. તેમણે. આ ફિલ્મમાં "સાગર" નામના એક યુવાન છોકરાનો રોલ કર્યો છે. બીજું પાત્ર છે "આરોહી પટેલ (aarohi patel) નું. તેમણે આ ફિલ્મમાં "આરજે અંતરા (RJ antara)" નામની એક છોકરીનો રોલ કર્યો છે. ફિલ્મમાં આવતું ત્રીજું પાત્ર છે "પ્રતીક ગાંધી (pratik gandhi) નું. તેમણે આ ફિલ્મમાં "આદિત્ય" નામના એક બિઝનેસમેન નો અભિનય કર્યો છે.


આ ફિલ્મની કહાની ખૂબ જ રસપ્રદ અને લાગણીસભર છે. આ ફિલ્મમાં ત્રિકોણાકાર પ્રણય દર્શાવવામાં આવેલો છે. આદિત્ય અને સાગર બંનેને અંતરા સાથે પ્રેમ થઇ જાય છે. પરંતુ ફિલ્મના અંતમાં અંતરા સામે એક એવી સ્થિતિ આવીને ઉભી રહી જાય છે જેમાં તેણે આદિત્ય અથવા સાગર બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાનો હોય છે.


ફિલ્મની શરૂઆત થાય છે આરજે અંતરાથી. અંતરના લીધે સાગરનું બ્રેક અપ થઈ જાય છે અને સાગર તેની સાથે બદલો લેવા માંગતો હોય છે. જ્યારે અંતરા બહાર ફરવા જાય છે ત્યારે સાગર પણ તેની પાછળ પાછળ નીકળી પડે છે. પછી શું થાય છે? એ જોવા માટે તમારે ફિલ્મ તો જોવી જ પડશે.


ફિલ્મમાં પ્રેમની વાતો અત્યંત હૃદયસ્પર્શી છે. એક એક સીન એવી રીતે ગોઠવવામાં અવાયા છે કે આપણને એવું જ લાગે કે આપણે ખુદ એ ફિલ્મનો એક હિસ્સો છીએ. જ્યારે ફિલ્મમાં કોઈ કેરેક્ટરને અને ખાસ કરીને મલ્હાર ઠાકર ભાવુક હોય કે પછી હસતા હોય ત્યારે આપણને પણ ભાવુક થવાની અથવા તો હસવાની ઈચ્છા થઈ આવે છે.


આ ફિલ્મ ૧૭ નવેમ્બર ૨૦૧૭ ના રોજ રિલીઝ થયું હતું. આ ફિલ્મ ૨ કલાક અને ૨૬ મિનિટનું છે. આ ફિલ્મને "સંદીપ પટેલ (sandeep patel) દ્વારા ડાયરેક્ટ કરવામાં આવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ