Advertise 1

મલ્હાર ઠાકરની આ ફિલ્મ દરેક કપલે જોવી જોઈએ


                સંતાન જ્યારે મોટું થાય ત્યારે માતા પિતા તેણે સવાલો કરવાનું બંધ કરે છે જેને કારણે સંતાનને એવું લાગે છે કે હવે તેને માતાપિતાને કાઈ પણ જણાવવાની જરૂર નથી એટલે તે એક રીતે માતા પિતા સાથે વાત કરવાનું જ બંધ કરી દે છે અને પોતાની મસ્તીમાં જીવવા લાગે છે પણ જો તે પોતાની વાતો પોતાના માતાપિતાને મિત્રની જેમ જણાવે તો તે તેની લાઈફ ના ખોટા નિર્ણયથી બચી શકે કે નહીં?

           આજે આપણે વાત કરીશું રજૂ થયેલી પોતાના નામ જેવી ગળચટી ગુજરાતી ફિલ્મ ગોળકેરીની આપણે ત્યાં છોકરા છોકરીના લગ્ન બે વ્યક્તિ વરચેની વાત નહિ પણ બે પરિવાર માટેનો સંબંધ છે અત્યારની જનરેશન માટે પ્રેમ નિભાવવામાં પાછા પડે છે એવું ઘણીવાર બને છે.કોઈ પણ કપલ તેમની વરચે ઝગડા થવા એ સામાન્ય વાત છે પણ તેને કારણે બ્રેકઅપ કરવું કેટલી હદે યોગ્ય છે.સાહિલ અને હર્ષિતા બે વર્ષથી એકબીજાના પ્રેમમાં છે.તેમના આ સંબંધને તેમના પરિવાત તરફથી મંજૂરી પણ મળી ગઈ છે પણ કંઈક એવું બને છે કે તેઓ એકબીજાથી છુટા પડવાનું નક્કી કરે છે.બન્નેના બ્રેકઅપની વાત સાહિલ પોતાના માતાપિતાને જણાવે છે સાહિલના માતા પિતા આ બ્રેકઅપને કઈ રીતે લે છે ને તેઓ પોતાના પ્રયત્નોને અને સાહિલ અને હર્ષિતાનું ફરીથી પેચઅપ કરાવી શકે છે ક3 નહીં તે માટે આ ફિલ્મ તો આપણે જોવી જ રહી.

              ફિલ્મના મુખ્ય પાત્રોની વાત કરવામાં આવે તો તેમાં મલ્હાર ઠાકર,માનસી પારેખ,સચિન ખેડેકર અને વંદના પાઠક છે.દરેકનું પરફોર્મન્સ જોરદાર છે.સચિન ખેડેકર,વંદના પાઠક તેમના સરસ અભિનયથી યુવાન જોડીને પણ પાછળ છોડી દે છે.એક છે મહેશ વ્યાસ જેઓ ફિલ્મમાં હર્ષિતાના પપ્પાનો રોલ કરે છે.તેમનો રોલ સાવ નાનકડો હોવા છતાં ફિલ્મ પૂરી થયા બાદ તેમનો રોલ યાદ રહી જશે.માનસી અને મલ્હાર ઠાકરની ઓણ સ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ સરસ છે.

      ફિલ્મની સ્ટોરીનું નરેશન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે ફિલ્મ જોતા-જોતા ફિલ્મનું ઈન્ટરવલ ક્યારે આવી જશે તેની પણ ખબર નહિ રહે તેટલી જોરદાર સ્ટોરી બનાવવામાં આવી છે.કૉમેડી અને ડાયલોગ એટલા સરસ રીતે ગૂંથયા છે કે ફિલ્મમાં તમે બોરિંગ જ નહી થાવ.

          ફિલ્મની યાદગાર ક્ષણોમાં જ્યારે સહાઇલ તેની માતાનું અપમાન કરે ત્યારે તેના પપ્પા સાહિલને જે શીખ આપવા છે અને સમજાવે છે એ દરેક લોકોને પોતાની રિયલ જિંદગીમાં પણ યાદ રહેશે.આ ફિલ્મની અંદર ઘણાબધા ઇમોશનલ સીન પણ નાખેલા છે જેથી ફિલ્મ કાબિલે તારીફ બની જાય છે.આ આખી ફિલ્મમાં કસેય પણ કંટાળો આવતો નથી તેની માટે વિરલ શાહ અને અમાત્યનો આભાર માનવા જેવો છે.

          ફિલ્મ ઓવરઓલ ખૂબ જ સરસ છે અને દરેક કપલ લોકોએ આ ફિલ્મ જોવી જ જોઈએ.મિત્રો આશા રાખું છું આપને અમારો આ લેખ પસંદ આવ્યો હશે અને જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી પ્રતિભાવ આપવાનું ના ચૂકતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ