Advertise 1

જૂનાગઢમાં અનુભવાયો ભૂકંપનો આંચકો


જૂનાગઢ એક ધાર્મિક સ્થળ છે. કારણ કે અહીં ગુજરાતનો સૌથી મોટો પર્વત "ગિરનાર" આવેલો છે. જ્યાં સંતો વસવાટ કરે છે. જૂનાગઢ ગુજરાતનો એક જિલ્લો છે જે ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો છે. સમચાર મળી રહ્યા છે જૂનાગઢમાં એટલે કે ગુજરાતના દક્ષિણી ભાગમાં ભૂકંપના આચકા લાગ્યા છે. એટલે કે આજે ગિરનાર જેવો અડીખમ પર્વત જ્યાં આવેલો છે ત્યાં પણ ભૂકંપના આચકાં લાગ્યા છે.


ગુજરાતના દક્ષિણી હિસ્સામાં એટલે કે જૂનાગઢમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જૂનાગઢના માળિયા હાટિનામાં ૨.૪ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સવાર સવારમાં જૂનાગઢમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનો ખ્યાલ આવતા જ લોકો સચેત થઈ ગયા હતા. અને પોતાની સાવધાની માટે સુરક્ષિત સ્થળે પહોંચી ગયા હતા.


જૂનાગઢના માળિયા હાટિનામાં ભૂકંપનો આચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા ૨.૪ ની હતી. સવાર સવારમાં આવેલા આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાળાથી ૯ કિલોમીટર દૂર નોંધાયું હતું. એટલે કે તાલાળા થી ૯ કિલોમીટર દૂરના અંતરે ભૂકંપના આ આચકાનું કેન્દ્ર બિંદુ હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ