Advertise 1

મલ્હાર ઠાકરની સાઈડ રોલ એક્ટરથી સુપરસ્ટાર બનવા સુધીની કહાની            17 વર્ષની ઉંમરે એક છોકરો મુંબઈ જાય છે.કારણ જે તેણે મુંબઈની કોલેજમાં એડમિશન મળી ગયું છે.તે મુંબઈ માત્ર થોડાક રૂપિયા સાથે જાય છે.મિત્રો હું વાત કરી રહ્યો છું ગુજરાતી મૂવીઝ ના સુપરસ્ટાર મલ્હાર ઠાકર વિશે.

        તેઓએ પોતાનું હાઈ સ્કૂલનું શિક્ષણ અમદાવાદમાં લીધું તેઓ જ્યારે નાના હતા ત્યારે બળનાટકોમાં ભાગ લેતા અને નાના-નાના રોલ કરતા હતા.12th પછી તેઓ માત્ર 17 વર્ષની ઉંમરે અમદાવાદથી મુંબઈ ગયા.અને ત્યાં તેઓએ બેચલર ઓફ માસ મીડિયામાં એડમિશન લીધું.એટલે કે તેઓ એક એડવરટાઇઝિંગ સ્ટુડન્ટ હતા.તે કોર્સમાં અન્ડર સ્ટેન્ડિંગ સિનેમા નો વિષય તેમનો મનગમતો વિષય હતો.તેમણે કોલેજના બીજા વર્ષથી મુંબઈમાં થી રહેલા નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું.તેમણે થિયેટર અભિનેતા તરીકે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી.તેમણે થિયેટરોમાં લગભગ નવ વર્ષો સુધી કામ કર્યું.આ ઉપરાંત તેમણે જે.ડી બજેઠીયાના નાટકોમાં પણ કામ કર્યું.મલ્હાર ઠાકરે સુખ બાય ચાન્સ નામની સીરિયલમાં પિઝા ડિલિવરી બોયનો પણ રોલ કર્યો જ્યારે તેઓ આવા રોલ કરતા ત્યારે મોટા કલાકરો તેમણે ગણકારતા અને બોલાવતા પણ નહોતા.મલ્હાર ઠાકરની આ સફળતા પાછળ તેમની મહેનત અને તેમનો સંઘર્ષ પણ ખૂબ જ રહેલો છે.તે સમયમાં તેમની પાસે પૈસાન ી કમી હોવાથી તેમણે પાંચ થી છ ઘર પણ બદલી નાખવા પડેલા.તેઓ માણ માણ છઠા ઘરમાં શિફ્ટ થયેલા અને ત્યારે દોઢ મહિના બાદ તેમણે ખબર પડી કે ઘરમાં પૈસાનો પ્રોબ્લેમ છે એટલે બેન્ક વાળાઓએ ઘર પણ તેમણે ખાલી કરવા જણાવ્યું.એ સમયે તેમની પાઈ કઈ નહોતું અને ત્યારે જ મલ્હાર પાસેથી તેમની ઘરની ચાવી લઈ લેવામાં આવી.ત્યારે તેઓ પોતાના ઘરની નીચે નિરાધાર ઉભા રહ્યા.તેમણે ઘણા બધા ઘરોએ ફોન કર્યા પણ બધાએ ના પાડ ી અને છેવટે તેમણે છેલ્લે તેમના મિત્રનું ઘર મળ્યું.જે આઠ-દસ વર્ષથી બંધ છે.આપણા મલ્હાર ઠાકરે આવા કપરા સમયનો સામનો કર્યો છે અને તેઓ આવી પરિસ્થિતિમાં પણ કોઈ દિવસ નકારાત્મક નથી થયા.એટલે જ કોઈએ કહ્યું છે કે મિત્રો આપણે ધારીએ તે કરી શકીએ છીએ.અને મન હોય તો મેળવે જવાય.આ બધા વાક્યો મલ્હાર ઠાકરે સાચા અને પુરવાર કરીને બતાવ્યા છે.

       આ બધી પરિસ્થિતિમાં તેઓ સિરિયલો અને નાટકોમાં નાના રોલ કરતા રહ્યા અને તેઓ મુંબઈમાં રહેતા છતાં તેઓને કોઈ પણ પ્રકારનું વ્યસન નથી.જયરવા તેઓ મુંબઈમાં રહેત ા હતા ત્યારે તેમના મિત્ર મંડળમાં બધા લોકો વ્યસન કરતા હતા પણ તેઓએ કોઈ દિવસ વ્યસન નથી કર્યું.અભિષેક શાહ નામના ડાઈરેકટર સાથે મલ્હાર ઠાકરે "મારો પ્રિય મિત્ર" નામનું નાટક કર્યું હતું.તેથી અભિષેક શાહ મલ્હારના ટેલેન્ટથી પરિચિત હતા.તેથી "છેલ્લો દિવસ" નામની ગુજરાતી મુવી માટે મલ્હાર ઠાકરને અભીશેક શાહનો ફોન આવે છે.અને તે મુવી કર્યા બાદ આપણને ખબર જ છે કે તેમણે અને એ મુવીને કેટલી મોટી સફળતા મળી હતી.આ ફિલ્મ તેમની પહેલી ફિલ્મ હતી અને અહીંયાંથી તેમણે ગુજરાતી મૂવીમાં પોતાના એક્ટિંગના જલવાને દેખાડી દીધો હતો.હાલના સમયમાં મલ્હાર ઠાકર ગમે તેવી સ્ક્રિપ્ટ વાળી ફિલ્મો પસંદ કરતાં નથી.તેઓ દરેક વખતે દર્શકોને સારી ફિલ્મો આપવા જ મથે છે.

      મલ્હાર ઠાકરે ત્યારબાદ ઘણીબધી ગુજરાતી ફિલ્મો કરી અને એ બધી ફિલ્મો ખૂબ જ સરસ રીતે ગુજરાતી સિનેમામાં હિટ ગઈ.તેઓ આટલી સફળતા બાદ પણ પોતાના એ ખરાબ સમયને ભૂલ્યા નથી અને દરેક ન ાના માણસની તેઓ મદદ કરે છે.કોરોનાના સમયમાં તેઓએ પોતાની એક સંસ્થા પણ ખોલેલી હતી.સલામ છે આવા સારા અભિનેતાને...

         મિત્રો આ હતી આપણા સૌના પ્રિય એવા મલ્હાર ઠાકરની સફળતાની કહાની.અમને આશા છે આપને આ સ્ટોરી પસંદ આવી હશે.જો અમારો આ અલેખક તમને પસંદ આવ્યો હોય તો અમારા આ લેખ પર તમારો સુંદર પ્રતિભાવ જરૂર આપજો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ